બગસરા નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા” અભિયાન અને સ્વચ્છોત્સવ અંતર્ગત આયોજિત વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા. નિબંધ, રંગોળી, વેસ્ટ ટુ આર્ટ અને અન્ય સ્પર્ધાઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને સ્ટેશનરી આપીને સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ, સભ્યો, સામાજિક આગેવાનો, શાળા પ્રિન્સીપાલ, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છોત્સવ અંતર્ગત નગરપાલિકાએ સ્વચ્છતા રેલી, યોગ શિબિર, વોલ પેઈન્ટિંગ, ચિત્ર અને નિબંધ સ્પર્ધા, સ્વચ્છ વોર્ડ રેન્કિંગ, આરોગ્ય કેમ્પ,
વૃક્ષારોપણ, સ્ટ્રીટ ફૂડ સ્વચ્છતા, શેરી નાટકો સહિતના વિવિધ કાર્યક્રમો યોજી નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવી હતી. જીમ્સ્ સ્ટાફે સહકાર બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.









































