મોટા લીલીયામાં દીયર-ભાભીના સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યો હતો. દીયરે ભાભીને તેની સાથે સંબંધ રાખવા જબરદસ્તી કરી હતી. ઉપરાંત જો કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. બનાવ અંગે મહિલાએ કપિલભાઈ વિનોદભાઈ બગડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, મહિલાના કાકાજી સસરાનો દીકરો દિયર (આરોપી) છેલ્લા એક વર્ષથી મહિલાના મોબાઇલ ફોન પર વારંવાર ફોન અને મેસેજ કરીને હેરાન કરતો હતો. તે વારંવાર મહિલાના ઘરે જઈને એકલતાનો લાભ લેવાનો પ્રયાસ કરતો અને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. જ્યારે મહિલાએ આ સંબંધ રાખવાની ના પાડી, ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. ગત તા. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ આરોપી મહિલાના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો હતો. તેણે મહિલાના ગાલ પર બે થપ્પડ મારી, ગરદન પર બટકું ભર્યું અને તેની સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના અંગે જો કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી અને આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી.
લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ કનુભાઈ ધાંધળ વધુ તપાસ કરી રહ્યા છે.








































