કોડીનારની જે.એસ. પરમાર કોલેજ ખાતે તાજેતરમાં આયોજિત આંતર કોલેજ મહિલા કબડ્ડી ટુર્નામેન્ટમાં સોમનાથ આટ્ર્સ કોલેજની ટીમે વિજય મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું છે. આ ટુર્નામેન્ટમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની કુલ ૬ કોલેજોએ ભાગ લીધો હતો. સોમનાથ આટ્ર્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ ફાઇનલમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વિજેતા ટ્રોફી જીતી હતી. આ સિદ્ધિ બદલ સોમનાથ એકેડમીના ટ્રસ્ટી કરસનભાઈ સોલંકી, જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજીભાઈ ભાલીયા અને અન્ય મહાનુભાવોએ વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા.





































