હેલ્મેટ ફરજિયાતના નિર્ણય સામે પૂર્વ મંત્રીએ જ સરકાર સામે શ†ો ઉગામ્યા હોવાનું સામે આવ્યું છે. વાસ્તવમાં રાજ્ય સરકાર દ્વારા ૮ સપ્ટેમ્બરથી શહેર વિસ્તારમાં હેલ્મેટ ફરજિયાત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ આ નિર્ણય સામે હવે શાસક પક્ષના જ કેટલાક આગેવાનોએ નારાજગી વ્યક્ત કરી છે. રાજકોટના ભાજપ અગ્રણી અને રાજ્યના પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી હેલ્મેટના નિયમમાં ઢીલ આપવાની માંગ કરી છે.
રાજકોટના ભાજપ અગ્રણી અને રાજ્યના પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે પત્રમાં સ્પષ્ટતા કરી છે કે, શહેરી વિસ્તારમાં ખાસ કરીને ઓછા ઝડપે ચાલતા વાહનો માટે હેલ્મેટ ફરજિયાત કરવું વાજબી નથી. આથી રાજ્ય સરકારે શહેર વિસ્તારને હેલ્મેટના નિયમમાંથી મુક્ત રાખવો જાઈએ. આ સાથે તેઓએ વધુમાં જણાવ્યું કે, શહેરમાં ટ્રાફિકની ઘનતા, હળવી ઝડપ અને અન્ય પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા, હેલ્મેટ ફરજિયાત કરવાનો નિર્ણય સામાન્ય નાગરિકોને અસહજ લાગશે.
નોંધનિય છે કે, રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, ૮ સપ્ટેમ્બરથી મોટા શહેરોમાં બાઈક ચલાવતી વખતે બંને સવારીઓ માટે હેલ્મેટ ફરજિયાત રહેશે. પોલીસ વિભાગે પણ તેનું અમલ યોગ્ય રીતે થાય તે માટે તૈયારી શરૂ કરી દીધી છે. જાકે હવે સ્થાનિક સ્તરે પણ નાગરિકો આ મુદ્દે મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે.