તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ખેડૂત પેકેજમાં બાબરા તાલુકાના પંચાલ વિસ્તારને આ ખેડૂત સહાય પેકેજમાં બાકાત રાખવામાં આવ્યો હતો. કૃષિ અને ખેડૂત કલ્યાણ અને સહકારી વિભાગ દ્વારા ઓક્ટોબર ૨૦૨૪ માં ભારે વરસાદના કારણે થયેલ નુકસાનને સર્વે અંતર્ગત સરકાર દ્વારા ખેડૂતોને સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમરેલી, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાનો સમાવેશ થાય છે. ત્યારે આ અંગે બાબરા તાલુકાના પંચાલ પંથકમાં પણ ઓક્ટોબર ૨૦૨૪ માં ભારે વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકના પણ ભારે નુકસાની થઈ હતી. આ અંગે જિલ્લા પંચાયતના જાગૃત સભ્ય નીતિનભાઈ રાઠોડ દ્વારા જિલ્લા પંચાયત કૃષિ મંત્રી સહિત અધિકારીઓને લેખિત રજૂઆત કરી હતી કે પંથકના ગામોમાં ભારે વરસાદના કારણે થયેલ નુકસાની અંગે સર્વે કરી ખેડૂતોને સહાય આપવા યોગ્ય માંગ કરી હતી. નીતિનભાઈ રાઠોડ દ્વારા રાજ્યના કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી, સાંસદ, ધારાસભ્યને રજૂઆત કરી પંચાલ પંથકના ખેડૂતોને સહાય આપવા માંગ કરી હતી.