રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ચોરડી ગામે ગૌચરની જમીનમાં વીજપોલ નાખવાની કામગીરીને લઈને ખેડૂતો અને ગ્રામજનોમાં રોષ જાવા મળી રહ્યો છે. જેઇટીસીઓ દ્વારા ગૌચર જમીનમાં ટ્રાન્સમિશન ટાવર નાખવાની કામગીરી સામે સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે.
ખેડૂતોએ એકત્ર થઈને કંપનીનું સાંકેતિક ‘બેસણું’ યોજ્યું હતું. આ અનોખા વિરોધ દ્વારા ગૌચરની જમીન બચાવવા અને ચાલી રહેલી વીજપોલની કામગીરી તાત્કાલિક અટકાવવાની માંગ કરવામાં આવી હતી.
ચોરડી ગામના ખેડૂતો અને ગ્રામજનોનો આક્ષેપ છે કે ગૌચરની જમીનમાં વીજપોલ અને ટ્રાન્સમિશન ટાવર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ, ગૌચર જમીનનો મુખ્ય ઉપયોગ ગામના પશુધન માટે ચરાણ તરીકે થાય છે.વીજપોલ નાખવાની કામગીરીથી ગૌચરનો વિસ્તાર પ્રભાવિત થવાની અને પશુઓ માટેની ચરાણ જમીન ઘટવાની ચિંતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે ગૌચર જમીન ગામના પશુધન અને ગ્રામ્ય વ્યવસ્થા માટે મહત્વપૂર્ણ છે. તેથી આ વિસ્તારમાં વીજપોલ નાખવાની કામગીરી અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી તેમની માંગ છે.
ખેડૂતોએ પોતાના વિરોધને અલગ રીતે રજૂ કરવા માટે જેઇટીસીઓ કંપનીનું સાંકેતિક ‘બેસણું’ યોજ્યું હતું. મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો એકઠા થઈને આ વિરોધમાં જાડાયા હતા.આ વિરોધ દ્વારા કંપની અને વહીવટી તંત્રનું ધ્યાન ગૌચર જમીનના મુદ્દા તરફ દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે તેમની સમસ્યાનો યોગ્ય ઉકેલ આવે ત્યાં સુધી વીજપોલ નાખવાની કામગીરી અટકાવવામાં આવે.
સ્થાનિક ખેડૂતો દ્વારા ગૌચર જમીનમાં ચાલી રહેલી વીજપોલની કામગીરી તાત્કાલિક બંધ કરવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ગૌચર જમીનના હિતોને ધ્યાનમાં લીધા વિના કામગીરી આગળ વધારવામાં આવી રહી છે.ખેડૂતો અને ગ્રામજનોએ વહીવટી તંત્ર સમક્ષ પણ આ મુદ્દે યોગ્ય ઉકેલ લાવવા રજૂઆત કરી છે. ગૌચર જમીનનું રક્ષણ થાય અને પશુધન માટેની ચરાણ વ્યવસ્થા જળવાઈ રહે તેવી માંગ કરવામાં આવી રહી છે.
ચોરડી ગામના ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જા તેમની માંગણીઓનો સમયસર ઉકેલ નહીં આવે અને ગૌચર જમીનમાં વીજપોલ નાખવાની કામગીરી ચાલુ રહેશે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.ખેડૂતોનું કહેવું છે કે ગૌચરની જમીન બચાવવા માટે તેઓ સંગઠિત રીતે લડત ચાલુ રાખશે. અનોખા ‘બેસણાં’થી શરૂ થયેલો આ વિરોધ હવે આગળ કઈ દિશામાં જાય છે તેના પર ગ્રામજનો તેમજ વહીવટી તંત્રની નજર રહેશે.હાલ સમગ્ર મામલે ખેડૂતોની માંગ દ્વારા હાથ ધરાતી કામગીરીને લઈને ચોરડી સહિત ગોંડલ પંથકમાં ચર્ચા તેજ બની છે.