અમેરિકાએ ટેરિફ અંગે નવી યુક્તિ અપનાવી છે. હવે યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે ય્૭ દેશોને રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર ટેરિફ લાદવામાં અમેરિકાને મદદ કરવા જણાવ્યું છે. તેમણે રશિયન સંપત્તિઓને ફ્રીઝ કરવાના પ્રયાસોનું સ્વાગત કર્યું છે. અમેરિકાએ ભારત પર વધારાનો ૨૫ ટકા ટેરિફ લાદ્યો છે કારણ કે તે રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે. આ યુએસ પ્રમુખ ટ્રમ્પ દ્વારા અગાઉ જાહેર કરાયેલ ૨૫ ટકા ટેરિફ ઉપરાંત છે.યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે જી ૭ નાણામંત્રીઓ સાથેની વાતચીત દરમિયાન, સેક્રેટરી બેસન્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના આહવાનને પુનરાવર્તિત કર્યું હતું કે જો તેઓ ખરેખર યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે પ્રતિબદ્ધ છે, તો તેમણે રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર ટેરિફ લાદવામાં યુનાઇટેડ સ્ટેટ્‌સ સાથે જોડાવું જોઈએ. બેસન્ટ, એમ્બેસેડર ગ્રીરે પ્રતિબંધોનું દબાણ વધારવા અને યુક્રેનને વધુ લાભ પહોંચાડવા માટે રશિયન સાર્વભૌમ સંપત્તિનો ઉપયોગ કરવાની પ્રતિબદ્ધતાઓનું પણ સ્વાગત કર્યું છે.નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વને કારણે, યુએસે રશિયન તેલ ખરીદદારો સામે કાર્યવાહી કરી છે. અમારા સાથી ય્-૭ દેશોના આ યુદ્ધને સમાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ હોવાના આશ્વાસનથી અમને પ્રોત્સાહન મળ્યું છે અને અમને આશા છે કે તેઓ આ મહત્વપૂર્ણ સમયે નિર્ણાયક પગલાં લેવામાં અમારી સાથે જોડાશે.અગાઉ ૨ સપ્ટેમ્બરના રોજ ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં, જ્યારે સ્કોટ બેસન્ટને ચીનમાં યોજાયેલી એસસીઓ બેઠક વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હતો, ત્યારે તેમણે કહ્યું હતું કે ‘આ બેઠક પૂર્વ-આયોજિત હતી અને તે મોટાભાગે બનાવટી લાગતી હતી. અંતે, ભારત, જે વિશ્વનું સૌથી મોટું લોકશાહી છે, તેના મૂલ્યો આપણી નજીક છે અને તે પછી ચીન અને પછી ક્યાંક રશિયાની નજીક છે.’તેમણે કહ્યું કે તે બધા ખોટું કરી રહ્યા છે. ભારત રશિયાના યુદ્ધ મશીનને બળ આપી રહ્યું છે અને ચીન પણ એ જ કરી રહ્યું છે. મને લાગે છે કે એક સમયે અમેરિકા અને તેના સાથી દેશોએ આગળ આવવું પડશે.’ સ્કોટ બેસન્ટે કહ્યું કે ભારત રશિયન તેલ ખરીદીને, તેને શુદ્ધ કરીને અને વેચીને યુક્રેનમાં રશિયન યુદ્ધને ભંડોળ પૂરું પાડી રહ્યું છે. તેમણે સંકેત આપ્યો કે ટ્રમ્પ વહીવટીતંત્ર રશિયા સામે વધુ પ્રતિબંધો લાદવાનું વિચારી રહ્યું છે.ટ્રમ્પે ૧૦ સપ્ટેમ્બરના રોજ ટ‰થ સોશિયલ પર લખ્યું હતું કે, “મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને અમેરિકા વેપાર અવરોધો દૂર કરવા માટે વાટાઘાટો ચાલુ રાખી રહ્યા છે. હું આગામી અઠવાડિયામાં મારા ખૂબ જ સારા મિત્ર, વડા પ્રધાન મોદી સાથે વાત કરવા માટે ઉત્સુક છું. મને વિશ્વાસ છે કે આપણા બંને મહાન દેશો માટે સફળ નિષ્કર્ષ પર પહોંચવામાં કોઈ મુશ્કેલી નહીં પડે!” રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે બંને દેશો વચ્ચે વેપાર વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે અને તેઓ આગામી અઠવાડિયામાં તેમના ખૂબ જ સારા મિત્ર મોદી સાથે વાત કરવા માટે ઉત્સુક છે.ટ્રમ્પની પોસ્ટના જવાબમાં, પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર લખ્યું, “ભારત અને અમેરિકા નજીકના મિત્રો અને કુદરતી ભાગીદારો છે. મને વિશ્વાસ છે કે આપણી વેપાર વાટાઘાટો ભારત-અમેરિકા ભાગીદારીની અપાર સંભાવનાઓને બહાર કાઢવાનો માર્ગ મોકળો કરશે. અમારી ટીમો આ ચર્ચાઓ શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા માટે કામ કરી રહી છે. હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરવા માટે પણ ઉત્સુક છું. અમે બંને દેશોના લોકો માટે ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરીશું.’