શિરોમણી અકાલી દળના સાંસદ હરસિમરત કૌરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને મહારાષ્ટ્રના નાંદેડમાં વડા સુખબીર સિંહ બાદલ પર થયેલા હુમલાની દ્ગૈંછ તપાસની માંગણી કરી છે. હરસિમરત કૌરે લખ્યું છે કે ૨૦૨૪માં સુખબીર બાદલ પર પણ હુમલો થયો હતો. બે હત્યાના પ્રયાસો અત્યંત ચિંતાજનક છે. તેમણે એવો પણ ભય વ્યક્ત કર્યો હતો કે આ હુમલો કોઈ ઊંડા આંતરરાજ્ય અથવા આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ભાગ હોઈ શકે છે, જેની તપાસ થવી જાઈએ.હરસિમરત કૌર બાદલે ગયા શનિવારે તેમના પતિ અને પાર્ટીના વડા સુખબીર સિંહ બાદલ પર થયેલા હુમલા પર પણ વાત કરી હતી. હરસિમરત કૌરે તેને “આયોજિત રાજકીય ષડયંત્ર” ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આ પાછળ જે કોઈ છે તેને શીખ ન કહી શકાય.ગયા ગુરુવારે, મહારાષ્ટÙના નાંદેડની બહારના એક ગુરુદ્વારામાં નિહંગ સમુદાયના એક સભ્યએ સુખબીર બાદલ પર કિરપાનથી હુમલો કર્યો હતો. આ હુમલામાં સુખબીર બાદલને જમણા હાથમાં ઈજા થઈ હતી. હુમલા બાદ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે ગોવા મુક્તિ ચળવળના નેતા કરનૈલ સિંહ ઇસરુના સ્મરણાર્થે પંજાબના ખન્ના ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતી વખતે, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ તેમના પતિ પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતી વખતે ભાવુક થઈ ગયા હતા. હરસિમરત કૌરે કહ્યું, “મને માફ કરો, હું આજે ખૂબ ભાવુક છું કારણ કે છેલ્લા ૪૮ કલાક મારા અને મારા પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. હું આજે અહીં રહેવાની નહોતી, સુખબીર બાદલ અહીં રહેવાના હતા. પરંતુ જુઓ તેમની સાથે શું થયું.”









































