સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો છે કે તે ન્યાયતંત્ર સાથે સંબંધિત ઘટનાઓના મીડિયા રિપો‹ટગ અને સોશિયલ મીડિયા પ્રસારને નિયંત્રિત કરવા માટે નિયમો બનાવવાનું વિચારી રહી છે. આ પગલું તાજેતરની ઘટના બાદ આવ્યું છે જેમાં ચીફ જસ્ટીસ પર જૂતા ફેંકવામાં આવ્યા હતા. કોર્ટે કહ્યું કે આ મુદ્દા પર સુનાવણી જાન્યુઆરીમાં યોજાશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જાણ કરી કે તે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન સાથે મળીને સંયુક્ત ભલામણ રજૂ કરશે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને માહિતી આપી કે સરકાર,એસસીબીએ સાથે પરામર્શ કરીને, ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે નિયમો પ્રસ્તાવિત કરશે અને જો કોઈ બને તો, સોશિયલ મીડિયા પર રિપો‹ટગ અને પ્રસારને કેવી રીતે નિયંત્રિત કરવો તે અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા પ્રદાન કરશે.
રાકેશ કિશોર સામે કાર્યવાહી કરવા અને આવી ઘટનાઓ પર રિપો‹ટગના નિયમનની માંગ કરતી એસસીબીએ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી ચાલી રહી છે. કિશોરે તાજેતરમાં કોર્ટમાં અયોગ્ય વર્તન કર્યું હતું. જાકે,સીજેઆઇ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે તે તેમની સામે કાર્યવાહી કરવાના પક્ષમાં નથી, કારણ કે ભૂતપૂર્વ ઝ્રત્નૈં જસ્ટીસ ગવઈએ તેમને માફ કરવાનો નિર્ણય લીધો હતો.
સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી હતી કે તેનો ઉદ્દેશ્ય કોઈ વ્યક્તિને સજા કરવાનો નથી, પરંતુ ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા અને તેમના રિપો‹ટગને નિયંત્રિત કરવાનો વિચાર કરવાનો છે. કોર્ટે જણાવ્યું હતું કે ન્યાયિક પ્રક્રિયાની ગરિમા જાળવવા માટે મીડિયા અને સોશિયલ મીડિયા પર ન્યાયતંત્ર સંબંધિત ઘટનાઓના પ્રસારમાં સંતુલન જાળવવું મહત્વપૂર્ણ છે.







































