સૌરાષ્ટ્રના સંત શિરોમણી જલારામબાપાના પત્ની અને આદર્શ નારી શક્તિના પ્રતીક સમાન પરમ વિરબાઈ માંની ૨૨૦મી જન્મ જયંતિ તારીખ ૨૩ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવાર (વસંત પંચમી)ના રોજ સાવરકુંડલામાં ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી હતી. વિરબાઈમાં ટીફીન સેવા ટ્રસ્ટ દ્વારા આ પ્રસંગે ભવ્ય ધાર્મિક કાર્યક્રમો અને સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવ અંતર્ગત સાવરકુંડલાના જલારામ મંદિર ખાતે બપોરે ૧૨ઃ૦૦ કલાકે રાજભોગ આરતી અને સાંજે ૭ઃ૦૦ કલાકે સંધ્યા આરતી યોજાઈ હતી.