લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર અને આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આજે શનિવારના રોજ સાવરકુંડલામાં ‘વોક ફોર હર’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, ત્યારે વહેલા નિદાન દ્વારા આ જોખમ ઘટાડવા માટે આ જાગૃતિ અભિયાન અત્યંત મહત્વનું સાબિત થશે. આ અભિયાનની સૌથી વિશેષ બાબત એ છે કે તે જનભાગીદારી પર આધારિત છે. કોઈપણ વ્યક્તિ દ્વારા લેવામાં આવેલા પ્રત્યેક ૫૦૦૦ ડગલાંના બદલામાં એક જરૂરિયાતમંદ મહિલાનું બ્રેસ્ટ કેન્સર માટેનું નિઃશુલ્ક સ્ક્રિનિંગ કરવામાં આવશે. આ તપાસમાં અત્યાધુનિક મેમોગ્રાફી, સોનોગ્રાફી અને નિષ્ણાત તબીબો દ્વારા કરવામાં આવતી તપાસનો સમાવેશ થાય છે.








































