સાવરકુંડલામાં સ્વામિનારાયણ ગુરુકુળ મોતિયાના અને દાંતના દર્દીઓ માટે વિના મૂલ્યે કેમ્પનું તા.૦૬ના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની સ્મૃતિમાં ૩૪૫મા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખ્યાતનામ ડોકટરો દ્વારા નિદાન કરવામાં આવેલ હતું.
આ નેત્રયજ્ઞમાં ૬૦ જેટલા દર્દીઓની તપાસ અને જેમાંથી કુલ ૧૭ જેટલા દર્દીઓને મોતિયાના વિનામૂલ્યે ઓપરેશન માટે વિરનગર મોકલવામાં આવેલ તથા વિનામૂલ્યે ચશ્મા તેમજ દવાઓ પૂરી પાડવામાં આવી હતી. દંતયજ્ઞમાં ૪૬ જેટલા દર્દીઓની દાંત અને પેઢાના રોગોનું નિદાન કરવામાં આવેલ, જેમાં નવ દર્દીઓની દાઢ આયુર્વેદની જાલંધર બંધ વિધિથી ઇન્જેક્શન વગર કાઢી નાખવામાં આવી હતી. આ તકે શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી, સંસ્થાનાં પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી, કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામી અને વિરનગરના ડો. નિલેશભાઈ ત્રિવેદી વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.