સાવરકુંડલાના જેજાદ ગામે વાડીના શેઢે પાળો બાંધવા મુદ્દે કુટુંબીજનોમાં બબાલ થઈ હતી. જેમાં કુહાડી અને પાવડાના ઘા મારી ઈજા પહોંચાડવામાં આવી હતી. વજુભાઇ રામકુભાઇ વેકરીયા (ઉ.વ.૫૫)એ મગનભાઇ બચુભાઇ વેકરીયા, સંદીપભાઇ મગનભાઇ વેકરીયા, મમતાબેન મગનભાઇ વેકરીયા તથા જસુબેન મગનભાઇ વેકરીયા સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, તેમણે પોતાની વાડીના શેઢા ફરતે ધૂળથી પાળો બાંધ્યો હતો, જેના કારણે આરોપીના ખેતરના પાણીનો નિકાલ થતો ન હતો. આ બાબતે આશરે બે મહિના પહેલા મગનભાઈ વેકરીયાએ તેમને ફોન કરીને પાળો તોડી નાખવા કહ્યું હતું, પરંતુ તેમણે પાળો તોડવાની ના પાડી દીધી હતી.
જે બાબતનું મનદુઃખ રાખી, ફરિયાદી તથા અન્ય સાક્ષીઓ જેજાદ ગામે વેકરીયા પરિવારના માતાજીના મઢ પાસે ચોમાસાના પાણીનો નિકાલ થાય તે હેતુથી ખાળીયું પૂરવાનું કામકાજ કરતા હતા ત્યારે આરોપીઓ ત્યાં ધસી આવ્યા હતા અને ગાળો આપી કુહાડી તથા પાવડા વડે મુંઢ માર માર્યો હતો. વંડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. એમ. વિંઝુડા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.








































