દિલ્હીના રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિત પાંચ ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ કોંગ્રેસમાં પુનઃ પ્રવેશ કરી શકે છે. શંકરસિંહ વાઘેલાએ ખુલ્લેઆમ કોંગ્રેસમાં પાછા ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલાએ પણ આ બાબતનો સ્પષ્ટ ઇનકાર કર્યો નથી.
રાજકીય ચર્ચાઓ મુજબ જે નેતાઓ કોંગ્રેસમાં પાછા ફરી શકે છે તેમાં કેપ્ટન અમરિંદર સિંહ (પંજાબ), ગુલામ નબી આઝાદ (જમ્મુ-કાશ્મીર), શંકરસિંહ વાઘેલા (ગુજરાત), અશોક ચવ્હાણ (મહારાષ્ટ્ર) અને કિરણ કુમાર રેડ્ડી (આંધ્રપ્રદેશ)નો સમાવેશ થાય છે.
જોકે, વાઘેલા સિવાય અન્ય કોઈ નેતાએ હજુ સુધી સત્તાવાર રીતે ઈચ્છા જાહેર કરી નથી. આમાંના મોટાભાગના નેતાઓ હાલમાં ભાજપ અથવા પોતાના અલગ પક્ષ સાથે જોડાયેલા છે.