અમરેલીમાં ઉર્જામંત્રી કૌશિક વેકરીયાની હાજરીમાં
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરી ખાતે ‘સંવાદ સેતુ’ કાર્યક્રમનું ગરિમાપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની થીમ “Give To Gain” હેઠળ મહિલાઓના અધિકારો અને ન્યાયના વિચારને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ આ પ્રસંગે દીકરીઓને બે કુળની તારણહાર ગણાવી રક્ષણ અને વિકાસના ક્ષેત્રે તેમની અગ્રીમ ભૂમિકાને બિરદાવી હતી. તેમણે મહિલા કર્મચારીઓ સાથે સીધો સંવાદ કરી તેમના સંઘર્ષ અને સફળતાની પ્રશંસા કરી હતી.રાજયમંત્રી કૌશિક વેકરીયાએ કચેરી ખાતે મહિલાઓ માટેના વિશેષ રેસ્ટ રૂમ અને બાળકોની સંભાળ માટેના ‘ઊર્જાકક્ષ’ની મુલાકાત લઈ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ અવસરે વર્ષ ૨૦૨૪-૨૫માં ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા બનેલી મહિલા ટીમનું ટ્રોફી આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન મોટીવેશનલ સ્પીકર કેવલ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં અધિક્ષક ઈજનેર જે.એસ.દહિયા સહિત અનેક અધિકારીઓ અને બહોળી સંખ્યામાં મહિલા કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.










































