વડેરાના આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા સ્થાનિક પ્રાથમિક શાળામાં ઇન્દ્રજીત કાર્યક્રમ અંતર્ગત ધોરણ ૫થી ૮ના બાળકોના વજન, ઊંચાઈ અને મ્સ્ૈંની તપાસ કરવામાં આવી હતી. બાળકોને આરોગ્ય વિષયક શિક્ષણ જેમ કે વાહકજન્ય રોગો ફેલાવવાના કારણો અને તેને અટકાવવાના ઉપાયો, આહારમાં પૌષ્ટિક ખોરાક લેવાના ફાયદા સમજાવવામાં આવેલ હતા. આ કાર્યક્રમના અંતે બાળકોને નાસ્તો આપવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આર. બી. એસ કે મેડીકલ ઓફિસર ડો. પ્રકાશ ચૌહાણ અને ડો. સ્વીટી ભુવા, આયુષ્યમાન આરોગ્ય મંદિરના સ્થાનિક સ્ટાફ સપનાબેન રાણવા, ડી જી રાજ્યગુરૂ, બીલકીસબેન ભટ્ટી, પ્રાથમિક શાળાના આચાર્ય નીતિનભાઈ જાની અને સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવેલ હતી.










































