વડિયા ખાતે સહયોગ નાગરિક શરાફી સહકારી મંડળી લી., કુંકાવાવની નવી શાખાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. નવી શાખાનું ઉદ્ઘાટન કાયદા અને ઊર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોરવડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી તેમજ પ્રદીપભાઈ ભાખર સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.શાખાના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ મંડળીની કામગીરીને બિરદાવી હતી અને નવી શાખા દ્વારા વડિયા વિસ્તારના લોકો અને ગ્રાહકોને વધુ સારી સહકારી તથા નાણાકીય સેવાઓ ઉપલબ્ધ બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મંડળીના ચેરમેન કૌશિકભાઈ પાનસૂરિયાને ઉપસ્થિત મહાનુભાવો, નવયુવાનો તથા સ્નેહી મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા.