વડિયા સુરગપરા અને કૃષ્ણપરા એમ બે ભાગમાં વહેંચયેલું છે. વડિયાના સુરગપરાનો મુખ્ય રસ્તો એ શિવાજી ચોકથી પેટ્રોલ પમ્પ થઇને પીજીવીસીએલ તરફ જવાનો છે. આ રસ્તાપર પેટ્રોલ પંમ્પ પછી સમગ્ર સુરગપરાના વરસાદી પાણીનું વહેણ આવેલુ છે. અહીંથી દર ચોમાસાના વરસાદમાં ગોઠણસમા પાણી વહેતા હોય છે. અહિ કોઈ પણ વિકાસ કાર્ય કરવામાં આવે ત્યારે આ બાબતને પેહલા ધ્યાને રાખીને કરવામાં આવતી હોય છે. થોડા સમય પેહલા અહિ ભૂગર્ભ ગટરનુ જંક્શન બનાવવા આવ્યું સાથે સુરગપરા વિસ્તારના ભૂગર્ભ ગટરના પાણીનું જોડાણ આ જંક્શનમાં કરવામાં આવ્યું ત્યારે અહિ ખોદકામ થયુ અને એ ખોદકામના નબળા બુરાણને કારણે ચોમાસાના પેહલા જ વરસાદમાં ભૂગર્ભ ગટરના જંક્શન ની બાજુમાં મસમોટા ભુવા પડ્‌યા હતા. આથી મુખ્ય રોડ પર રસ્તામાં મસમોટા ખાડાઓ અને કાંકરા ફરી વળ્યા અને તેને કારણે રોજ અહિ લોકોના બાઈક સ્લીપ થતા જોવા મળી રહ્યા છે. ચાર ઇંચ છૂટક છૂટક વરસાદમાં આ સ્થિતિ થઇ છે તો દસ ઇંચ વરસાદમાં અહિ ભૂગર્ભ ગટર જ ધોવાઈ જાય એટલા પાણીનો પ્રવાહ અહીંથી જતો હોય છે ત્યારે આ બાબતે તાકીદે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની લોક માંગણી જોવા મળી રહી છે.