પી. પી. એસ. હાઇસ્કૂલ, વંડા ખાતે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ તૈયારી રૂપે ૫ ઓગસ્ટના રોજ પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે ઉજવણી અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળાના ૫૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ અને સામાજિક જાગૃતિ કેળવાય તે માટે તિરંગો મારી શાન, સ્વચ્છ ભારત અને નશામુક્ત ભારત જેવા વિષયો આપવામાં આવ્યા હતા. ધોરણ ૯ અને ૧૦ ના વિભાગમાં દેંગડા દિવ્યાંગી પ્રથમ, બગડા ઉર્વશી દ્વિતીય અને રાઠોડ વિદ્યા તથા પરમાર દિવ્યાબા તૃતીય રહ્યા હતા. ધોરણ ૧૧ અને ૧૨ ના વિભાગમાં બાવળીયા અસ્મા પ્રથમ, ધાપા રીના દ્વિતીય અને રાઠોડ ઋચિતા તૃતીય સ્થાને વિજેતા બન્યા હતા. કર્મ યોગ ગ્રુપ તરફથી વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. શિક્ષક રોહીતભાઇ ઓઝા, ગજેરા સાહેબ અને ભરતભાઇએ કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું.