સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ ગુજરાત સરકારમાં રજૂઆત કરીને લીલીયા અને પૂંજાપાદર ગામ વચ્ચેના વર્ષો જૂના બ્રિજના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે, કુલ રૂ.૧૫ કરોડના વિકાસકાર્યોને મંજૂરી અપાવી છે. જેમાં લિલીયા-પુંજાપાદર બ્રિજ અને સી.સી. રોડઃ રૂ.૧૨ કરોડના ખર્ચે બંને ગામને જોડતો એક અત્યાધુનિક બ્રિજ બનાવવામાં આવશે. આ ઉપરાંત, બજાર વિસ્તારમાં પણ રોડનું નિર્માણ કરવામાં આવશે, જે અવરજવરને વધુ સુગમ બનાવશે. રૂ.૩ કરોડના ખર્ચે લીલીયા-પુંજાપાદર-ભેંસવડી અને પુંજાપાદર-આંબા જંકશન પર ટ્રાયએંગલ બ્રિજનું નિર્માણ થશે. જેમાં બોક્સ કલ્વટ અને માઈનોર બ્રિજ બનશે. આ બ્રિજ ટ્રાફિકની સમસ્યા હલ કરશે અને પ્રવાસને વધુ સરળ અને સુરક્ષિત બનાવશે. આ વિકાસકાર્યોથી સ્થાનિક લોકોના જીવનધોરણમાં સુધારો થશે અને આર્થિક ગતિવિધિઓને પણ વેગ મળશે. લીલીયા અને પુંજાપાદરના વિકાસ માટે આ રૂ.૧૫ કરોડની ફાળવણી બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહેશભાઈ કસવાલાએ આભાર માન્યો હતો તેમ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.










































