લીલીયા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે નાના લીલીયા બેઠક પરથી ચૂંટાયેલા રણજીતભાઈ ધીરુભાઈ ખુમાણની સત્તાવાર વરણી કરવામાં આવી છે. અમરેલી જિલ્લા ભાજપ દ્વારા તેમની પસંદગી કરાતા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ લીલીયા ટીડીઓને લેખિત જાણ કરી હતી. આ નિમણૂક પત્ર તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ધાનાણી તથા જિલ્લા પંચાયત સદસ્ય જીગ્નેશ સાવજ દ્વારા સુપરત કરાયો હતો. આ નિમણૂકથી ઉત્સાહિત કાર્યકરોએ અટલધારા કાર્યાલય ખાતે એકબીજાનું મોં મીઠું કરાવી હર્ષ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્યો પ્રફુલભાઈ ઘીનૈયા, પ્રજ્ઞેશ રામાણી, પ્રતાપભાઈ ખુમાણ, વિજય ગજેરા, કમલેશબાપુ અગ્રાવત તેમજ નિર્મળભાઈ ખુમાણ, દિલીપ ડાભી, ધર્મેશ દેસાઈ, બાલાભાઈ ભરવાડ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.