લાઠી શહેરમાં માનવતાની સાથે સાથે અબોલ પક્ષીઓ પ્રત્યેની સંવેદના જગાવતું કાર્ય ‘અર્હમ યુવા સેવા ગ્રુપ’ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ગ્રુપના સભ્યો દ્વારા લાઠીની મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ, પોલીસ સ્ટેશન તેમજ ગૌશાળા જેવા વિવિધ સ્થળોએ ચકલાઓ અને અન્ય પક્ષીઓ માટે ચણ નાખવા માટે ખાસ વ્યવસ્થા (કુંડા/પાત્રો) કરવામાં આવી છે. માત્ર એકવાર ચણ નાખીને સંતોષ માનવાને બદલે, આ ગ્રુપના સભ્યો ખૂબ જ જવાબદારીપૂર્વક કાર્ય કરી રહ્યા છે. ગ્રુપ દ્વારા નિયમ બનાવવામાં આવ્યો છે કે દર મહિને એકવાર તમામ સ્થળોની મુલાકાત લેવી. જ્યાં પણ ચણ ખાલી થઈ ગઈ હોય અથવા ખૂટી ગઈ હોય, ત્યાં ફરીવાર ચણ ભરવામાં આવે છે. યુવાનોની આ કામગીરીને લાઠીના નગરજનો અને વહીવટી તંત્ર દ્વારા પણ બિરદાવવામાં આવી રહી છે.









































