રાજુલાની બાલકૃષ્ણ વિદ્યાપીઠ ખાતે ગુજરાતના અગ્રણી મોટિવેશનલ સ્પીકર ડા. અંકિતા મુલાણીનું ‘શિક્ષણ સાથે મૂલ્યોનું વાવેતર’ વિષય પર વક્તવ્ય યોજાયું હતું. નારાયણી સેના યુવા ગ્રુપ અને આહિર એજ્યુ સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો પ્રારંભ પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ અને મહંત બીજલ ભગતના હસ્તે દીપ પ્રાગટ્યથી થયો હતો.
આ પ્રસંગે જે. બી. લાખણોત્રા, ભગવાનભાઈ લાખણોત્રા અને દુલાભાઈ રામ તરફથી આર્થિક અનુદાન મળ્યું હતું, જ્યારે કે.જી. સ્ટુડિયો દ્વારા લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી.ડા. અંકિતા મુલાણીએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને નગરજનોને પ્રેરણા આપતા જણાવ્યું કે, વર્તમાન સમયમાં શિક્ષણની સાથે જીવનમૂલ્યો અત્યંત અનિવાર્ય છે.









































