શહેર પોલીસની નિÂષ્ક્રયતા અને ગુનેગારોની સક્રિયતાના કારણે શહેરમાં દિવાળીના સપ્તાહમાં પાંચ જ દિવસમાં છ – છ જેટલા વ્યક્તિઓની હત્યાથી હાહાકાર મચી જવા પામ્યો હતો. ત્યારે લાભ પાંચમ બાદ પણ ગુનેગારોએ જાણે કે, નવા વર્ષમાં જ ગુનો આચરવાની બોણી કરી હોય તેમ ૨૯ ઓક્ટોબર ૨૦૨૫ બુધવારના રાત્રિના સમયે બે ગેંગ દ્વારા આમને સામને સરા જાહેર ફાયરિંગ કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સમગ્ર મામલે બંને ગેંગના ૧૧ સભ્યો વિરુદ્ધ રાયોટિંગ, આર્મ્સ એક્ટ, હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ તાત્કાલિક અસરથી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા સાત જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમજ ત્રણ જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં બંને ગેંગ વચ્ચે માથાકૂટ છેલ્લા ૧૦ મહિનાથી ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. તેમજ માથાકૂટ શરૂ થવાનું કારણ †ીપાત્ર કારણભૂત હોવાનું પણ સામે આવ્યું છે.ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, બનાવો સંદર્ભે પ્રગતિ હોસ્પિટલ તેમજ આજુબાજુના મેડિકલ શોપમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા તપાસ કરવામાં આવ્યા હતા. તેમજ પ્રત્યક્ષ દર્શીઓના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. ત્યારે પોલીસ દ્વારા ૨૨ વર્ષીય હર્ષદીપ ઉર્ફે મેટીયો ઝાલા, ૩૦ વર્ષીય જૈવિક ઉર્ફે મોન્ટુ રોજાસરા, ૨૫ વર્ષીય જીગ્નેશ ઉર્ફે ભયલુ ગઢવી, ૪૦ વર્ષીય હિંમત ઉર્ફે કાળુ લાંગા ગઢવી, ૨૨ વર્ષીય લકીરાજસિંહ ઝાલા તેમજ ૩૮ વર્ષીય મનીષદાન ગઢવી અને ૨૩ વર્ષીય પરિમલ ઉર્ફે પરિયો સોલંકી નામના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તો સાથે જ પોલીસ દ્વારા ગુનાના કામે વાપરવામાં આવેલી ૈ૨૦ કાર, બે દેશી પિસ્ટલ, ત્રણ કારતુસ સહિત કુલ ૩.૭૫ લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.પોલીસની પ્રાથમિક તપાસમાં હર્ષદીપ ઉર્ફે મેટીયો ઝાલા વિરુદ્ધ રાજકોટ શહેર તેમજ રાજકોટ ગ્રામ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં કુલ ૧૦ જેટલા ગુના દાખલ થઈ ચૂક્્યા છે. જેમાં પ્રોહિબિશન,  એટ્રોસિટી, રાયોટિંગ, મારામારી સહિતના ગુના નોંધાઈ ચૂક્્યા છે. જ્યારે કે આરોપી જૈવિક ઉર્ફે મોન્ટુ રોજાસરા વિરુદ્ધ રાજકોટ શહેરમાં મારામારી, પ્રોહિબિશન સહિતની કલમ હેઠળ બે જેટલા ગુના નોંધાઈ ચૂક્્યા છે. જીગ્નેશ ઉર્ફે ભયલુ ગઢવી વિરુદ્ધ રાજકોટ શહેર તેમજ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ચોરી, મારામારી, પ્રોહિબિશન, રાયોટિંગ, જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ પાંચ જેટલા ગુના નોંધાઈ ચૂક્્યા છે. હિંમત ઉર્ફે કાળુ ગઢવી વિરુદ્ધ રાજકોટ શહેરમાં દુષ્કર્મ, જાનથી મારી નાખવાની ધમકી, મારામારી સહિતની કલમ હેઠળ ત્રણ જેટલા ગુના નોંધાઈ ચૂક્્યા છે. આરોપી મનિષદાન ગઢવી વિરુદ્ધ એનડીપીએસ સહિતની કલમ અંતર્ગત બે જેટલા ગુના નોંધાઈ ચૂક્્યા છે. તેમજ આરોપી પરિમલ ઉર્ફે પરિયો સોલંકી વિરુદ્ધ અગાઉ દુષ્કર્મ, મારામારી, પ્રોહિબિશન તેમજ જાનથી મારી નાખવાની ધમકી સહિત કુલ છ જેટલા ગુના રાજકોટ શહેર તેમજ મોરબી જિલ્લામાં નોંધાઈ ચૂક્્યા હોવાનું સામે આવ્યું છે.ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, ૧૫ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ માલવિયા નગર વિસ્તારમાં રહેતી ૨૪ વર્ષીય મહિલાને મૂર્ધા ગેંગના સભ્ય સાથે પ્રેમ સંબંધ હતો. તે સમયે યુવતીના ઘરે પેંડા ગેંગના સભ્યો જઈ ચઢ્યા હતા. તે મામલે પેંડા ગેંગના સભ્યો વિરુદ્ધ છેડતી, મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. ત્યારબાદ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ મૂર્ધા ગેંગના સભ્યો દ્વારા પેંડા ગેંગના સભ્ય ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે મામલે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ૧૬ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મૂર્ધા ગેંગના સભ્ય ઉપર પેંડા ગેંગના સભ્યો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું.આમ, બંને ગેંગના સભ્યો દ્વારા અત્યાર સુધીમાં કુલ ત્રણ વખત સરાજાહેર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. ત્યારે પોલીસ દ્વારા આગામી સમયમાં બંને ગેંગના સભ્યો વિરુદ્ધ ગુજકોટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ તેમની ગેરકાયદેસર મિલકતો પણ તોડી પાડવામાં આવશે. તેમજ બંને ગેંગના સભ્યો કોની કોની પાસેથી અને ક્્યાંથી હથિયાર મેળવતા હતા. કેટલા રૂપિયામાં મેળવતા હતા તે સહિતની બાબતો અંગે તપાસ કરવામાં આવશે.