વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના રાનપાડા ગામની મહિલા તેના પતિ સાથે છરવાડામાં દેસાઈ પરિવારને ત્યાં દર વર્ષે દિવાળીની સાફસફાઈ અને ખેતીના મજૂરીકામ માટે આવતી હતી. આ દરમિયાન છરવાડાના દંતરાય ફળિયામાં રહેતા અને મજૂરીકામ કરતા પરિણીત રાજેશ બાવા પટેલ સાથે તેને પ્રેમ સંબંધ બંધાયો હતો. બંનેના પરિવારોને આ વાતની જાણ થતાં વિવાદ થયો હતો અને રાજેશની પત્નીએ પણ મહિલાને સંબંધ રાખવાની ના પાડી હતી.
છેલ્લા એકાદ વર્ષથી મહિલાએ રાજેશ સાથેના સંબંધો કાપી નાખ્યા હતા જે બાદ એક વર્ષ સુધી બંને વચ્ચે કોઈ પણ સંબંધો ન રહ્યા હતા એક વર્ષ બાદ પરણિત મહિલા ફરી એક વાત મજૂરી કામ અર્થે આવતા રાજેશ પટેલને ફરી એક વાર મહિલાને જાતા પ્રેમ સંબંધ યાદ આવ્યો હતો.
પ્રેમ સંપબંધ તૂટી જતાં ઉશ્કેરાયેલા રાજેશે મહિલાને ધમકી આપી હતી કે “તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દેવા”. હુમલાના દિવસે રાજેશે મહિલાના પતિને પણ રસ્તામાં આંતરીને ધમકી આપી હતી કે તારી પત્નીને સાચવીને રાખજે. ત્યારબાદ તે જ રાત્રે રાજેશે પ્રેમિકાના ઘરે પહોંચી,પ્રેમિકાના પતિ પર કુહાડી વડે માથા, હાથ અને ગરદનના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. મહિલાની બૂમાબૂમ કરતા આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત પતિને ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતો
હાલમાં આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પતિને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. આરોપીનો મનસૂબો પ્રેમિકાના પતિનો કાંટો કાઢી નાખીને પોતાના પ્રેમ સંબંધનો રસ્તો સાફ કરવાનો હતો. પરંતુ ઘટનાની જાણ થતાં જ ડુંગરી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી રાજેશને ઝડપી પાડ્યો છે. હાલમાં આરોપી પોલીસ રિમાન્ડ હેઠળ છે અને પોલીસ દ્વારા આ મામલે વધુ સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે.