મનાલી ફરવા જઈ રહેલા ભાવનગરના સિંધી પરિવારને ગંભીર અકસ્માત નડ્યો છે. હિમાચલના ચંબા પાસે અકસ્માત નડ્યો છે. મનાલી-બેલા માર્ગ પરની ખાઈમાં કાર ખાબકી હતી. જેમાં કુલ છ લોકોના મોત નીપજ્યા છે. આ ગમખ્વાર અકસ્માતમાં ભાવનગરના સિંધી સમાજના એક જ પરિવારના પાંચ લોકોના મોત નીપજ્યા છે.
મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, ભાવનગરનો પરિવાર હિમાચલમાં ફરવા માટે ગયો હતો. જ્યાં આ લોકો કારમાં મનાલી જઈ રહ્યા હતા. મનાલી જતાં કિંકરી પાસે બેલા માર્ગ પર તેમની કાર ખાઈમાં પડી ગઈ હતી. જેમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત નીપજ્યા છે. તેમની સાથે અન્ય એક વ્યક્તિનું પણ મોત નીપજ્યું છે. એટલે આ અકસ્માતમાં કુલ છ લોકોના મોત નીપજ્યા છે.
મૃતકોના નામ ભાવનગરના સિંધી સમાજના એક જ પરિવારનાં લલિતભાઈ ફતનાની, સોનિયાબેન ફતનાની, પ્રિયંકભાઈ ભોપાણી, કાજલબેન ભોપાણી અને દિવ્યાંશુ ભોપાણીના મૃત્યુનાં સમાચાર સામે આવ્યા છે. આ સમાચારને કારણે સિંધી સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.