બાબરામાંથી એક યુવક ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની ૬ બોટલ સાથે ઝડપાયો હતો. પોલીસે દારૂની બોટલો, બાઈક મળી કુલ રૂ. ૪૭,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. લીલીયાના સંધીવાડ વિસ્તારમાંથી ત્રણ લીટર અને સોઢાપરા ગામેથી પ્લાસ્ટીકના બાચકામાંથી ૨૫ લીટર મળી કુલ ૨૮ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જિલ્લામાંથી ૮ ઈસમો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા. લાઠીમાંથી એક યુવક કેફી પીણુ પીધેલી હાલતમાં વાહન ચલાવતા પકડાયો હતો.










































