બગસરા નગરપાલિકાના પ્રમુખ નિરવ ગોંડલીયાએ તા. ૦૩/૧૦/૨૦૨૬ના રોજ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને પત્ર લખી સૌની યોજના અંતર્ગત મુંજીયાસર ડેમ ભરવા માંગ કરી છે. સને ૨૦૧૧ની વસ્તી મુજબ બગસરા શહેરની વસ્તી ૩૪૫૨૧ છે અને હાલ અંદાજે ૪૦ હજારની વસ્તી ધરાવતુ શહેર છે. શહેરને પીવાનુ પાણી મુખ્ય સ્ત્રોત મુંજીયાસર ડેમ આધારીત છે. આ વર્ષે ચોમાસાની સિઝન દરમ્યાન વરસાદ ઓછો થવાથી ડેમમાં પાણી ઓછુ ભરાયેલ છે, જેના કારણે નિચલા વિસ્તારના સ્ત્રોતમાં પાણી ઘટી ગયા છે. આવતા ચોમાસા સુધી નાગરીકોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે ડેમ ભરવા જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓને પત્ર પાઠવ્યો છે.




































