બગસરા સુંદરકાંડ મહિલા મંડળ દ્વારા તા.૨૭ સપ્ટેમ્બરથી તા.૫ ઓક્ટોબર સુધી અમરેલી રોડ પર આવેલી લોહાણા મહાજન વાડી ખાતે શ્રીરામ પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન શ્રીરામ જન્મની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને શ્રીરામલાલાના લગ્નની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. વ્યાસપીઠ પરથી શાસ્ત્રી અશોકભાઈ જોશી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. પારાયણમાં આવતા વિવિધ પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહી લાભ લઈ રહ્યા છે. વધુમાં વધુ લોકો લાભ લે તે માટે મહિલા મંડળ દ્વારા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.