બનાસકાંઠા જિલ્લામાં સ્પા સેન્ટરના નામે ગેરકાયદે કામો થતા હોવાની ફરિયાદો ઘણીવાર ઉઠતી હોય છે, જે બાદ પોલીસ દ્વારા કાર્ય કાર્યવાહી કરવામાં આવતી હોય છે, ત્યારે વધુ એકવાર બનાસકાંઠા જિલ્લામાં એક બાતમીના આધારે પોલીસ એક્શનમાં આવી હતી અને સ્પા સેન્ટરના માલિક સહિત સાતની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાલનપુરમાં હાઈવે વિસ્તારમાં આવેલ બ્લીસ સ્પામાં ગેરકાયદે પ્રવૃતિ ચાલતી હોવાની બાતમી મળ્યાના આધારે બનાસકાંઠા એલસીબી અને એસઓજીની સંયુકત ટીમે રેડ પાડી હતી. પોલીસે સ્થળ પરથી થાઈલેન્ડની ૫ યુવતીઓ અને સ્પા માલિકોની અટકાયત કરવામાં આવી છે.
પાલનપુર હાઈવે ઉપર ખાનગી મોલમાં આવેલા ભોંયરાના પાર્કિગની જગ્યામાં આ સ્પા ચાલતુ હતું, જ્યાં ગેરકાયદે ધંધા કરવામાં આવતા હોવાની બાતમી પોલીસને મળી હતી, ત્યાર બાદ એલસીબી અને એસઓજી પોલીસે ટીમ બનાવી સંયુક્ત કાર્યવાહી કરી હતી. રેડ દરમિયાન પોલીસે સ્પામાં માલિક અને પાંચ થાઈલેન્ડની યુવતીઓની અટકાયત કરી કાર્યવાહી કરાઈ હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ સ્પા સેન્ટર મુંબઈ ડીસા પાલનપુર અને ઉનાવાના. લોકો દ્વારા ચલાવવામાં આવતુ હતુ જેમાં ખોટી ગેરકાયદેસર પ્રવૃતિઓ થતી હોવાની માહિતી હતી હાલમાં પાંચ યુવતીઓ સહિત સાત લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. સ્પા સેન્ટરથી પકડાયેલ થાઈલેન્ડની પાંચ યુવતીઓને હાલમાં નારી સંરક્ષણ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી છે.
આ અંગે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ જાડે ટેલિફોનીક વાત કરતા તેમણે કહ્યું કે, સ્પા સેન્ટર પર કાર્યવાહી કરવામાં આવી છે. પાંચ જેટલી મહિલાઓ છે તેમને નિયમોનુસાર નારી સંરક્ષણ ખાતે મુકવાની કાર્યવાહી થઈ રહી છે જ્યારે અન્યની અટકાયત થઈ છે તેમા પોલીસ તપાસ કરી રહી છે.









































