સાવરકુંડલાના બાઢડા ગામની વાડીએ પરપ્રાંતિય દંપતી રહેતું હતું. પતિએ પત્ની પાસે પૈસા માંગતા આપવાની ના પાડતાં ઝેરી દવા પીતા મોત થયું હતું. બનાવ અંગે મૂળ મધ્યપ્રદેસના જોબટ તાલુકાના છોતાગુડાના અને હાલ સાવરકુંડલાના બાઢડા ગામે વાડીએ રહેતા અનીતાબેન દિલીપભાઈ ડાવરા (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, તેમના પતિ દિલીપભાઇ કલમસિંહ ડાવરા (ઉ.વ.૩૦)એ તેની પાસે પૈસા માંગ્યા હતા. જેથી તેમણે આપવાની ના પાડતાં મનમાં લાગી આવ્યું હતું અને પોતાની મેળે ઝેરી દવા પી લેતા મરણ પામ્યા હતા. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એેએસઆઈ પી એ ગોહીલ વધુ તપાસ કરી રહ્યા છે.