અમદાવાદ શહેરમાં મચ્છરોના ઉપદ્રવને કારણે રોગચાળામાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની ભારે ભીડ અને ધસારો જાવા મળી રહ્યો છે. સોલા સિવિલ હોÂસ્પટલની ઓપીડીમાં માત્ર એક જ સપ્તાહ દરમિયાન કુલ ૧૪,૩૭૨ દર્દીઓ સારવાર અર્થે નોંધાયા છે. મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુનો ઉપદ્રવ સૌથી વધુ જાવા મળ્યો છે. સિવિલમાં ડેન્ગ્યુના ૯૫૬ શંકાસ્પદ કેસ અને ૧૧૫ પોઝિટિવ કેસ નોંધાયા છે.
અમદાવાદમાં વિવિધ પાણીજન્ય-મચ્છરજન્ય રોગોના દર્દીઓનો આંકડાની વાત કરીએ તો મેલેરિયાના ૧,૩૫૮ શંકાસ્પદ કેસ અને ૯ પોઝિટિવ કેસ નોંધાયા છે, તેવી જ રીતે ચિકનગુનિયાના ૧૨ શંકાસ્પદ કેસ. સ્વાઇન ફ્લૂના ૪૪ શંકાસ્પદ કેસ અને ૫ પોઝિટિવ કેસ. ડાયેરિયાના ૩૦ કેસ, ઝાડા-ઊલટીના ૨૧ કેસ, ટાઇફોઇડનો ૧ કેસ તેમજ વાયરલ હેપેટાઇટિસ છનો ૧ અને હેપેટાઇટિસ મ્ના ૨ કેસ નોંધાયા છે.
અમદાવાદ એકલું જ નહીં, ઉત્તર ગુજરાતના પાલનપુર અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ ડેન્ગ્યુના કેસો વધતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. છેલ્લા સવા બે મહિનામાં બનાસકાંઠા જિલ્લામાં ડેન્ગ્યુના કુલ ૧૪ કેસ સામે આવ્યા છે. જેમાં માત્ર ઓક્ટોબર મહિનાના પ્રથમ ૧૦ દિવસમાં જ ૬થી વધુ દર્દીઓ પોઝિટિવ મળ્યા છે.
ડેન્ગ્યૂ સહિતના રોગચાળાને કાબૂમાં લેવા માટે પાલનપુર અને બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. મચ્છર નિયંત્રણ માટે જિલ્લાભરમાં દરરોજ ૪૭૯ ટીમો સતત કાર્યરત રાખવામાં આવી છે. વધારે અસરગ્રસ્ત એવા પાલનપુર અને ડીસા શહેરમાં ૧૦ વધારાની વેક્ટર કંટ્રોલ ટીમો તૈનાત કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને પોરાનાશક (અભિયાન) કામગીરી કરવા સાથે તીવ્ર ફોગિંગ હાથ ધરવામાં આવ્યું છે.









































