રાંચી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચ મેચની ટી ૨૦ શ્રેણીની બીજી મેચમાં રનનો ધસારો જાવા મળ્યો, જેમાં બંને ટીમોના બેટ્‌સમેનોએ બેટિંગ-ફ્રેન્ડલી પીચ પર ભારે રન બનાવ્યા. આ મેચમાં, ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, ટીમ ઈન્ડિયાએ સંજુ સેમસનની શાનદાર ઇનિંગને કારણે ૨૦ ઓવરમાં ૨૪૯ રન બનાવ્યા. પહેલી ઓવરમાં શરૂઆતની બે વિકેટ ગુમાવ્યા બાદ, કેપ્ટન શાઈ હોપની મેચવિનિંગ અણનમ સદીના કારણે વેસ્ટ ઈન્ડિઝે માત્ર ૧૮.૩ ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું અને ઐતિહાસિક વિજય નોંધાવ્યો. આ મેચ રેકોર્ડ બુકમાં પણ સ્થાન મેળવ્યું, જે ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં માત્ર બીજી વખત બન્યું જ્યારે કોઈ મેચમાં ૫૦૦ કે તેથી વધુ રન બનાવવામાં આવ્યા.
હાલમાં ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ૨૦૨૩ માં સેન્ચુરિયન ખાતે દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી મેચનો છે, જેમાં બંને ટીમોએ સંયુક્ત રીતે ૫૧૭ રન બનાવ્યા હતા. રાંચી ખાતે રમાયેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચ હવે આ યાદીમાં બીજા સ્થાને આવી ગઈ છે, જે ટી ૨૦ આંતરરાષ્ટ્રીય ઇતિહાસમાં ફક્ત બીજી વખત છે જ્યારે બંને ટીમોએ એક મેચમાં ૫૦૦ કે તેથી વધુ રન બનાવ્યા છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રાંચી ટી ૨૦ મેચમાં કુલ ૫૦૧ રન બનાવવામાં આવ્યા હતા.
ટી ૨૦ મેચમાં સૌથી વધુ કુલ રન દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ – ૫૧૭ રન (સેન્ચુરિયન, ૨૦૨૩),ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ – ૫૦૧ રન (રાંચી, ૨૦૨૬),ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ – ૪૯૯ રન (મુંબઈ, ૨૦૨૬),ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ – ૪૯૬ રન (તિરુવનંતપુરમ, ૨૦૨૬),વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ભારત – ૪૮૯ રન (લોડરહિલ, ૨૦૧૬) રાંચી ટી ૨૦ મેચમાં, ભારત અને વેસ્ટ ઈન્ડિઝે કુલ ૫૦૧ રન બનાવ્યા, જેમાંથી ૩૮૨ રન ચોગ્ગા અને છગ્ગાની મદદથી બન્યા. વેસ્ટ ઈન્ડિઝે બાઉન્ડ્રીથી કુલ ૨૦૪ રન બનાવ્યા, જે ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં તેમનો સૌથી વધુ સ્કોર છે અને લક્ષ્યનો પીછો કરતી ટીમ દ્વારા બીજા ક્રમનો સૌથી વધુ સ્કોર છે. તેમની આગળ બલ્ગેરિયાની ટીમ છે, જેણે ૨૦૨૫ માં જિબ્રાલ્ટર સામેની મેચમાં છગ્ગા અને ચોગ્ગાની મદદથી કુલ ૨૧૪ રન બનાવ્યા હતા.