ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે કરોડો રૂપિયાના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા હતા. સવારે ૧૦ વાગ્યે મુંજીયાસર ખાતે નવી પ્રાથમિક શાળાનું લોકાર્પણ તથા આંગણવાડીનું ખાતમુહૂર્ત કરાયું હતું. અહીં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજન થયું હતું અને ધારાસભ્યનું સન્માન કરાયું હતું. ત્યારબાદ ૧૦ઃ૩૦ વાગ્યે જુના માલકનેશમાં ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત તથા ૧૧ વાગ્યે દડલીમાં આંગણવાડીનું ખાતમુહૂર્ત અને પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યએ જણાવ્યું કે બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય અને ગામડાઓનો વિકાસ તેમની પ્રાથમિકતા છે. આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો, સરપંચો, શાળા પરિવાર અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.








































