ધારી પોલીસ સ્ટેશનની હદમાં ગુના આચરી પોલીસ પકડથી ભાગી રહેલા ગુનેગાર (તુષાર જેન્તીભાઈ રાઠોડ-મુળ પ્રેમપરા, ધારી)ને અંતે સુરતના ઉધના વિસ્તારમાંથી ઝડપી લીધો છે. ઉલ્લેખનીય છે કે ધારીના પી.આઈ કે.બી. જાડેજાની સાથે હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ ભેડા, ધર્મેન્દ્રભાઈ વાળા, મેહુલભાઈ બારોટ, મિલનભાઈ મારુ, સંજયભાઈ ખડક સહિતનો સ્ટાફ સુરત પહોંચેલો હતો. ગંભીર ગુનામાં સંડોવાયેલા ગુનેગારને ઝડપવા માટે દિવસો સુધી ખાનગી રાહે વોચ ગોઠવી હતી. પોલીસ પકડથી ભાગી રહેલ આરોપી પણ જાત-જાતના નુસખા કરીને ઉધનામાં સંતાયેલો રહેતો હતો. અંતે પોલીસને તેને પકડવામાં સફળતા મળી હતી.









































