દિલ્હીના શાહદરા જિલ્લાના સીમાપુરી વિસ્તારમાં બુધવારે બપોરે એક દુઃખદ અકસ્માત થયો. નવી સીમાપુરીમાં ઇદગાહ માછલી બજાર પાસે પાંચ માળની ઇમારત ધરાશાયી થઈ. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. દિલ્હી પોલીસ, ફાયર સર્વિસ અને ઇન્સિડન્ટ રિસ્પોન્સ ટીમે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. હજુ સુધી કોઈના મોતની પુષ્ટિ થઈ નથી.
ઈમારત ધરાશાયી થવાથી નજીકના ચારથી પાંચ ઘરોને પણ નુકસાન થયું છે. એવી આશંકા છે કે લગભગ ૨૫ થી ૩૦ લોકો કાટમાળ નીચે ફસાયા છે. ફાયર કંટ્રોલ રૂમને બપોરે લગભગ ૩ઃ૧૫ વાગ્યે અકસ્માતની માહિતી મળી. દિલ્હી ફાયર સર્વિસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રાહત અને બચાવ કામગીરી માટે ત્રણ વોટર ટેન્ડર અને એક ઇÂન્સડેન્ટ રિસ્પોન્સ ટીમ મોકલવામાં આવી હતી. દિલ્હી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સતત બચાવ કામગીરીમાં રોકાયેલી છે.
સ્થાનિક રહેવાસીઓ અને ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલા છે. સ્થાનિક રહેવાસીઓ અને અન્ય સંબંધિત એજન્સીઓ પણ બચાવ કામગીરીમાં મદદ કરી રહી છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બચાવવા માટે હાલમાં પ્રયાસો ચાલુ છે. હજુ સુધી કોઈ જાનહાનિની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.






































