વડિયા મોટી કુંકાવાવ તાલુકાના તોરી અને રામપુર ગામે ગરબી મંડળોમાં રાસ રમી રહેલી બાળાઓ અને બહેનોને પ્રોત્સાહિત કરવા દાતાઓ દ્વારા વિવિધ ઉપયોગી કીટ તેમજ ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તોરી ગામે ગાયત્રી ગરબી મંડળમાં બીપીનભાઈ પંચમીયાના સહકારથી રાસ લેતી બાળાઓને કટલેરી કીટ આપવામાં આવી હતી, જેનું વિતરણ વિનુભાઈ કોટડીયા, મનુભાઈ સાવલીયા, ધીરૂભાઈ વાઝા અને વિઠ્ઠલભાઈ વેકરીયાના હસ્તે કરાયું હતું. બીજી તરફ, રામપુર ગામે જય અંબે ગરબી મંડળની બહેનોને તોરી આઝાદ યુવક મંડળના ચિંતન ઠુંમર, ગીરીશભાઈ સાંગાણી, નીખીલભાઈ જસાપરા, સમીરભાઈ ગેવરીયા અને દિનેશભાઈ પાઘડાળ દ્વારા વિવિધ ઉપયોગી કીટ એનાયત કરવામાં આવી હતી. શાસ્ત્રી કીરીટભાઈના સંચાલન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનિક આગેવાનો અને યુવાનોએ જહેમત ઉઠાવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








































