જિલ્લામાં દારૂબંધીના કાયદાના કડક અમલીકરણ માટે પોલીસ વડાની સૂચના મુજબ ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત પોલીસે વિવિધ સ્થળોએ દરોડા પાડી નશાની હાલતમાં ફરતા સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ જણાતા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન જિલ્લાના અલગ-અલગ તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી કુલ સાત જેટલા ઇસમો કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવ્યા હતા.








































