અમરેલીના ચક્કરગઢ રોડ પર આવેલા શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલમાં કાર્યરત બે પ્રતિષ્ઠિત મહિલા કોલેજોમાં વિદ્યાર્થિનીઓની કારકિર્દીને વેગ આપવા માટે ઇન્ટર્નશિપ અંગેની વિશેષ માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કોલેજ સ્ટાફ દ્વારા વિદ્યાર્થિનીઓને ભવિષ્યલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કોલેજ સ્ટાફ દ્વારા વિદ્યાર્થિનીઓને ઇન્ટર્નશિપનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સાથે જ ઇન્ટર્નશિપ કરવાથી મળતા લાભ અને ભવિષ્યની કારકિર્દીના ઘડતરમાં તેની ઉપયોગિતા વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. માર્ગદર્શન સત્ર બાદ વિદ્યાર્થિનીઓ માટે પ્રશ્નોત્તરીનો દોર પણ રાખવામાં આવ્યો હતો. જેમાં બેઠક દરમિયાન વિદ્યાર્થિનીઓને ઉદ્‌ભવેલી વિવિધ શંકાઓ અને પ્રશ્નોનું કોલેજ સ્ટાફ દ્વારા સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યું હતું, જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે પોતાની પ્રોફેશનલ સફર શરૂ કરી શકે.