શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન અને સમાજસેવી નરેશભાઈ પટેલના ૬૧મા જન્મ દિન નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે સાવરકુંડલામાં ખોડલધામ ટ્રસ્ટ અને સદ્જ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આ બ્લડ ડોનેશન કેમ્પ તા. ૧૧ જુલાઈ, શનિવારના રોજ સવારે ૮ઃ૦૦ કલાકે પટેલવાડી, વજલપરા, સાવરકુંડલા ખાતે યોજાશે. આયોજકોએ સાવરકુંડલા પંથકના યુવાનો, સમાજના આગેવાનો અને રક્તદાતાઓને પરિવાર અને મિત્રમંડળ સાથે રક્તદાન કરવા આમંત્રણ પાઠવ્યું છે. કેમ્પમાં દરેક રક્તદાતાને ખોડલધામ સમિતિ, બ્લડ બેન્ક તથા હિંમતભાઈ લાખાણીના સહયોગથી લેડીઝ છત્રી સહિત કુલ ત્રણ આકર્ષક ભેટ આપવામાં આવશે.









































