ખાંભામાં એક યુવતી ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી નીકળી હતી. નસીમબેન ગુલમહમદભાઇ સોરા (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી મુસ્કાનબેન (ઉ.વ.૨૦) જીનવાડીપરા વિસ્તારમાં પોતાના ઘરેથી કોઇને કશું કહ્યા વગર જતી રહી હતી. ધારીમાં રહેતા લાભુબેન વા/ઓ જયંતીભાઇ સોલંકી (ઉ.વ.૩૫) એ જાહેર કર્યા મુજબ, તેના પતિ જયંતીભાઇ મોહનભાઇ સોલંકી (ઉ.વ.૪૫) કોઇ અગમ્ય કારણોસર પોતાની મેળે કોઇને કશું કહ્યા વગર જતા રહ્યા હતા. પોલીસે આ અંગે કોઈ માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું છે.








































