ખાંભા તાલુકાના ડેડાણ ગામે મહિલાઓની છેડતી જેવી ક્ષુલ્લક બાબતે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. લગ્નના જમણવારમાં જઈ રહેલી મહિલાઓ પાસે સીટી વગાડી છેડતી કરનારા શખ્સોને ઠપકો આપવો પરિવારને ભારે પડ્‌યો હતો. ૬ શખ્સોએ પાઈપ, લાકડી અને છરી જેવા હથિયારો સાથે એકસંપ થઈ પરિવાર પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ હતી. બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. કિશનભાઇ ધીરૂભાઇ શીયાળ (ઉ.વ.૨૧)એ અરબાઝભાઇ યુસુબભાઇ ભોકીયા, અરમાનભાઇ ઉર્ફે “દુડી” યુસુબભાઇ ભોકીયા, યુસુબભાઇ બાબુભાઇ ભોકીયા, ઇકુભાઇ બાબુભાઇ ભોકીયા, ઇમ્તિયાઝભાઇ યુસુબભાઇ ભોકીયા તથા મુનાભાઇ બાબુભાઇ ભોકીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ડેડાણ ગામે તેમના કુટુંબની મહિલાઓ લગ્નના જમણવારમાં જઈ રહી હતી. આ દરમિયાન બે શખ્સો મહિલાઓ પાસે બે-ત્રણ વાર બાઈક લઈને પસાર થયા હતા અને સીટીઓ મારી છેડતી કરી હતી. આ બાબતે જ્યારે તેઓ અને સાહેદો આરોપીઓના ઘરે ઠપકો આપવા ગયા, ત્યારે આરોપીઓને તે ગમ્યું નહોતું. ઠપકો આપવા ગયેલા પરિવાર પર છ શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી હુમલો કર્યો હતો. હુમલાખોરો એટલા બેફામ બન્યા હતા કે તેમણે જતાં-જતાં તેમને અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ અરબાઝભાઇ યુસુબભાઇ ભોકીયા (ઉ.વ.૨૨) એ કીશનભાઇ ધીરૂભાઇ શીયાળ, વનરાજભાઇ ધીરૂભાઇ શીયાળ, ધીરૂભાઇ જીણાભાઇ શીયાળ તથા અતુલભાઇ ઉર્ફે આતુભાઇ ગોવિંદભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી. તેઓ તથા સાહેદ બાઈક લઇને પોતાના ભંગારના ડેલે જતા હતા ત્યારે રસ્તામાં આરોપી સામો મળ્યો હતો અને બાઈક ઉભું રાખી તેમને ‘તું મારી સામે કાતર શું કામ મારે છે’ એમ કહેતા ‘હું તમારી સામે કાતર નથી મારતો’ એમ કહ્યું હતું. તેમને
આભાર – નિહારીકા રવિયા સારું નહી લાગતા ચારેય આરોપીઓએ તેમને તથા સાહેદોને ગાળો આપી હતી તેમજ છરી બતાવી જાનથી મારવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.પી. ગાજીપરા વધુ તપાસ કરી રહ્યા છે.