ખાંભા તાલુકાના ટીંબી ગામેથી એક પરિણીતા પોતાના બે માસૂમ બાળકો સાથે રહસ્યમય રીતે ગુમ થતા ચકચાર મચી ગઈ હતી. આ મામલે પોલીસમાં કરવામાં આવેલી જાણ મુજબ, પરિણીતા પાડોશમાં રહેતા એક યુવક સાથે ગઈ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી હતી. આ અંગે લાખાભાઈ રામભાઈ ગોહિલ (ઉ.વ.૭૦)એ જાહેર કર્યા મુજબ તેમની ૩૨ વર્ષીય દીકરી દયાબેન પોતાના સાત વર્ષના પુત્ર મહાવીર અને ચાર વર્ષની પુત્રી હર્ષિતા સાથે ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર નીકળી ગઈ હતી. લાંબો સમય વીતવા છતાં તે ઘરે પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. પોલીસ ફરિયાદ મુજબ દયાબેન તેમની પડોશમાં રહેતા ગૌતમભાઈ જીલુભાઈ ખસીયા (રહે. પીપરીયા, તા. ખાંભા) નામના યુવક સાથે જતી રહી હોવાનું જણાવાયું છે.









































