ગાંધીનગર રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં કોડીનાર નગરપાલિકા સંચાલિત મ્યુ. ગર્લ્સ હાઈસ્કૂલની દીકરીઓએ વેરાવળ મુકામે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી કોડીનારનું ગૌરવ વધાર્યું છે. ટીમને તૈયારી કરાવનાર ભારતીબેન દેવમુરારી, સહાયક સંજયભાઈ શાસ્ત્રી અને કલા મહાકુંભ તાલુકા કન્વીનર રણજીતભાઈ રાઠોડને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવાયા હતા.