એનસીઆઇબીના રાજસ્થાનના ડાયરેક્ટર રાજકુમાર ગર્ગ દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિતની ફરિયાદ પર કાર્યવાહી કરતા, રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (એનએચઆરસી)એ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને નોટિસ પાઠવી છે. આ નોટિસ જામનગરમાં કથિત નકલી હૃદયની સર્જરી અને અંદાજે ૬ કરોડની તબીબી છેતરપિંડીના કેસને લગતી છે. આ સમગ્ર માહિતી એનસીઆઇબીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એકસ (પહેલા ટ્ટવીટર) પર ૩ ઓક્ટોબરની સવારે ૭ઃ૩૯ વાગ્યે પોસ્ટ કરીને આપી છે.
ફરિયાદમાં અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ૧૦૦થી વધુ લોકોને ગેરમાર્ગે દોરીને બિનજરૂરી કાર્ડિયાક પ્રક્રિયાઓ (જેમ કે સ્ટેન્ટ બેસાડવા) કરાવવામાં આવી હતી, જેના પરિણામે સરકારી આરોગ્ય યોજનાઓ હેઠળ છેતરપિંડીપૂર્ણ દાવાઓ કરવામાં આવ્યા હતા.
એનએચઆરસીએ નિર્દેશ આપ્યો છે કે, આ મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને ચાર અઠવાડિયાની અંદર ‘કાર્યવાહી અહેવાલ’ જામનગર સ્થિત જીસીસ હાર્ટ ઈન્સ્ટીટ્યૂટના ડો. પાર્શ્વ વોરા પર આરોપ છે કે, દોઢ વર્ષમાં આ ડાક્ટરે ૮૦૦થી વધારે દર્દીઓની સારવાર કરી હતી. આ આંકડાથી સ્વાસ્થ્ય વિભાગને શંકા ગઈ અને તપાસ કરતા આખો ગોરખધંધો બહાર આવ્યો. આ દર્દીઓમાંથી ૧૦૫થી વધારે સ્વસ્થ વ્યક્તિઓના હાર્ટની સર્જરી કરી દેવાઈ. એટલું જ નહીં ૬ કરોડ રૂપિયાનો દાવો પણ સરકારી યોજનામાં બિલ મુકીને કર્યો.
આરોપ તો એ પણ લાગ્યા હતા કે, સંસ્થાના અન્ય ભાગીદાર-સંચાલકોને ગંધ ન આવે, માટે આરોપીએ આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓ માટે આૅનલાઈન સહિત પ્રક્રિયાનું એક્સેસ પોતાના પાસે જ રાખ્યું હતું. શહેરમાં ડાક્ટરોને લોભાવવા માટે દર્દીને રિફર કરવા પર ડો. વોરા ૨૦ ટકા કમિશન પણ આપતા હતા. હાર્ટ સંબંધી તપાસ-સારવારમાં સંસ્થાને થતી આવકના ૫૬ ટકા એકલા ડા. પાર્શ્વ વોરા લેતા હતા. અને સંબંધિત રજિસ્ટટર અને કાગળો સાથે છેડછાડ કરતા હોવાનો પણ તેમના પર આરોપ લાગ્યો છે.




































