સાવરકુંડલા/લીલીયા વિધાનસભામાં વિકાસ અને જનસેવાના બે મહત્વપૂર્ણ પ્રસંગો એકસાથે ઉજવાયા હતા. સાવરકુંડલામાં નર્મદાના નીર પહોંચાડવા માટે રૂ.૧૪ કરોડના ખર્ચે પાઇપલાઇન યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેનાથી શહેર અને આસપાસના વિસ્તારોને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ બનશે. આ સાથે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની સેવા અને વિકાસકાર્યનું સરવૈયું રજૂ કરતું “ઋણાનુબંધ – ભાગ ૪” પુસ્તકનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં માનવમંદિરના પુજ્ય ભક્તિરામ બાપુ, સાંસદ ભરતભાઈ સુતરીયા, યુથ આઈકોન કેતનભાઈ કાનપરીયા અને મોટિવેશન સ્પીકર ધર્મેન્દ્રભાઈ કનાલા ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં નાગરિકો, કાર્યકરો અને પત્રકારોની હાજરી રહી હતી.









































