ઉના તાલુકાના સનખડા ગામે રૂ. ૧ કરોડ ૬૦ લાખ ૨૪ હજારના વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં પાણીની ટાંકી, પેવર બ્લોક, આરસીસી રોડ, ગટર, આંગણવાડી, વાંચનાલય, પાણીની પાઇપલાઇન અને હાઈમાસ્ટ લાઇટ સહિતનાં કામોનો સમાવેશ થાય છે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ચેરમેન અજીતસિંહ ગોહિલ સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.







































