ઇરાન -ઈઝરાયેલ યુદ્ધ અને વૈશ્વીક રાજકીય અસ્થિરતાની સીધી અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી રહી છે. પ્રોપેન ગેસની સપ્લાયમાં અનિશ્ચિતતા અને નિકાસમાં ઊભા થયેલા અવરોધોને કારણે સિરામિક ઉદ્યોગ અત્યંત કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. શટ ડાઉન થનાર ફેક્ટરીઓની સંખ્યા બે જ દિવસમાં ૧૦૦ને પાર થઈ ગઈ છે

ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા યુધ્ધે સમગ્ર મિડલ ઇસ્ટ વિસ્તારને બાનમાં લીધું છે. યુધ્ધને પગલે સમગ્ર દુનિયાના અર્થતંત્રને અસર પહોંચી રહી છે. ગેસ અને તેલના પુરવઠાનું પરિવહન નહિ થઇ સકતા દુનિયાભરમાં અસર જોવા મળી રહી છે. તો મોરબી સિરામિક એકમો બંધ થવાનું શરુ થઇ ચુક્યું છે અને આગામી દિવસોમાં ૯૦ ટકા યુનિટો બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

વર્તમાન યુદ્ધની પરિસ્થિતિને કારણે ગેસ કટોકટી સર્જાય છે જેને પરિણામે ૧૦૦ જેટલા યુનિટો બંધ થઈ ગયા છે. જો પ્રોપેન ગેસની સપ્લાય માટે કોઈ આયોજન નહીં થાય, તો આગામી ૪ થી ૫ દિવસમાં વધુ ૪૦૦ યુનિટો બંધ પડશે. ગુજરાત ગેસ દ્વારા જે એકમોને ૫૦% ગેસ સપ્લાય કરવાનું કહેવા આવ્યું જે આગામી ૧૮ થી ૨૦ તારીખ સુધીમાં બંધ થવાની શક્ય છે. આનાથી સ્પષ્ટ થાય છે કે મોરબીનો સિરામિક ઉદ્યોગ ઊર્જા સંકટનો સામનો કરી રહ્યો છે, જેની સીધી અસર ઉત્પાદન પર પડી છે

વેચાણ અને નિકાસ ક્ષેત્રે પણ મોટી મુશ્કેલીઓ ઊભી થઈ છે જીસીસી  દેશોમાં નિકાસ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. ગલ્ફના દેશોમાં જતા જહાજા પર પણ યુદ્ધની અસર દેખાઈ રહી છે, જેનાથી નિકાસ પર ગંભીર અસર પડી છે. હાલમાં નવી કોઈ નોંધપાત્ર માંગ નથી, અને જે ઓર્ડર અગાઉથી મળ્યા હતા તે પણ સ્થગિત કરી દેવામાં આવ્યા છે. બનેલો માલ ક્યારે નિકાસ થશે તે અંગે પણ અનિશ્ચિતતા છે. આ સ્થિતિ ઉદ્યોગકારો માટે અત્યંત ચિંતાજનક છે.