ચાહકો ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૯મી સીઝનની શરૂઆતની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે, જે માર્ચના છેલ્લા અઠવાડિયામાં શરૂ થવાની અપેક્ષા છે. દેશભરના કેટલાક રાજ્યોમાં ચૂંટણીઓ પણ સુનિશ્ચિત થયેલ છે, જેની તારીખો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. એવી અપેક્ષા છે કે આઇપીએલ ગવ‹નગ કાઉન્સલ બે તબક્કામાં શેડ્યૂલ જાહેર કરશે. સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ચૂંટણીની તારીખો જાહેર થયા પછી બીજા તબક્કાની જાહેરાત કરવામાં આવશે.
આઇપીએલ ગવ‹નગ કાઉન્સલે પ્રથમ તબક્કાનું શેડ્યૂલ લગભગ અંતિમ સ્વરૂપ આપી દીધું છે, જે ૬ કે ૭ માર્ચે જાહેર થવાની ધારણા છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, સોમવારે ગવ‹નગ કાઉન્સલની બેઠક દરમિયાન, તેઓએ આઇપીએલ ૧૯મી સીઝનનું શેડ્યૂલ બે તબક્કામાં જાહેર કરવાનો નિર્ણય લીધો, જેમાં પ્રથમ તબક્કો આ અઠવાડિયાના અંતમાં જાહેર થવાની ધારણા છે.આરસીબીએ ૩ માર્ચે પણ જાહેરાત કરી હતી કે તે સીઝનની તેની પાંચ મેચ, જેમાં શરૂઆતની મેચનો પણ સમાવેશ થાય છે, બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમશે. પરિણામે, સીઝનની પહેલી મેચ બેંગલુરુમાં યોજાવાની છે. કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશનના સચિવ સંતોષ મેનને પણ પુષ્ટિ આપી હતી કે બેંગલુરુ ટુર્નામેન્ટની ફાઇનલ તેમજ પ્લેઓફ મેચનું આયોજન કરશે.
બીસીસીઆઇએ થોડા દિવસો પહેલા ફ્રેન્ચાઇઝીઓને જાણ કરી હતી કે કેપ્ટનોની બેઠકની વિગતો આવતા અઠવાડિયે જાહેર કરવામાં આવશે.આઇપીએલ ૨૦૨૬ નો પ્રથમ તબક્કો ૧૩ થી ૧૪ દિવસ ચાલવાની ધારણા છે. આગામી દિવસોમાં વિદેશી ખેલાડીઓ માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ એક જ સત્રમાં શેર કરવામાં આવશે. અગાઉ, એવું કહેવામાં આવ્યું હતું કે આઇપીએલ ૨૦૨૬ ૨૮ અથવા ૨૯ માર્ચે શરૂ થઈ શકે છે.














































