ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે પોતાની કારકિર્દી અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે એક મોટું નિવેદન આપ્યું છે. ૩૭ વર્ષીય મેક્સવેલે સ્પષ્ટ કર્યું છે કે તે ટી ૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાના મૂડમાં નથી અને ૨૦૨૮ સુધી રમવાનું ચાલુ રાખવાની આશા રાખે છે. ઓસ્ટ્રેલિયાના તાજેતરના ગ્રુપ સ્ટેજમાં ટી ૨૦ વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ અને મેક્સવેલના સામાન્ય ફોર્મ પછી, તેના ભવિષ્ય પર પ્રશ્નો ઉભા થયા હતા. ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટીગે પણ સ્વીકાર્યું હતું કે મેક્સવેલ કદાચ ૨૦૨૮ની ટીમમાં નહીં હોય, પરંતુ મેક્સવેલે હાલ માટે આ અટકળોને ફગાવી દીધી છે.
૨૦૨૮માં ઓસ્ટ્રેલિયા ટી ૨૦ વર્લ્ડ કપનું આયોજન કરશે ત્યારે મેક્સવેલ ૪૦ વર્ષના થશે. તેના થોડા મહિના પહેલા, લોસ એન્જલસમાં ઓલિમ્પીક ગેમ્સ પણ યોજાશે, જ્યાં ક્રિકેટ પાછું આવશે. મેક્સવેલે કહ્યું કે તેણે પોતાની કારકિર્દીની અંતિમ તારીખ નક્કી કરી નથી અને તે આગામી ૧૨ મહિના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.
તેણે ૪ માર્ચે મેલબોર્નમાં કહ્યું હતું કે તે માને છે કે તેણે તેના ભવિષ્ય વિશે કોઈ નિર્ણય લીધો નથી કારણ કે તે જાવા માંગે છે કે આગામી ૧૨ મહિનામાં શું થાય છે. હાલમાં ટી ૨૦ ક્રિકેટની ઘણી યોજનાઓ નથી, તેથી કદાચ ઔપચારિક જાહેરાત કરવાની જરૂર નથી. આપણે ફક્ત એ જાવાનું છે કે તેનું શરીર કેવી રીતે ટકી રહે છે અને તે કેવી રીતે મુસાફરી કરી રહ્યો છે. જા તેને ભવિષ્યમાં રમવાની તક મળે, તો આશા છે કે તે ફિટ થશે અને સારું રમશે.
જ્યારે તેમને ૨૦૨૮ ઓળમ્પીકાસ અને ટી ૨૦ વર્લ્ડ કપમાં રમવાની તેમની શક્યતા ઓ વિશે સીધું પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે જવાબ આપ્યો, “આશા છે કે ફિટ અને મજબૂત છું, પણ હા, હું કોઈ તારીખ નક્કી કરી રહ્યો નથી.” તેમને લાગ્યું કે વર્લ્ડ કપ દરમિયાન તેમનામાં સુધારો થયો છે. તેઓ વિકેટ અને રનના આંકડા કરતાં મેદાન પર તેમની દોડ અને લાગણીના આધારે આનું મૂલ્યાંકન કરે છે. તેમને લાગ્યું કે તેઓ સરળતાથી મેચ રમી શક્યો , તેમની ભૂમિકા સારી રીતે ભજવી રહ્યા હતા, અને હજુ પણ ઘણું બધું આપવાનું બાકી છે.
ટી ૨૦ વર્લ્ડ કપમાં, મેક્સવેલે ૧૧૦.૭૧ ના સ્ટ્રાઇક રેટ સાથે ૯, ૩૧ અને ૨૨ રન બનાવ્યા, જે તેમની આક્રમક શૈલીથી વિપરીત છે. ઓક્ટોબરથી, તેમણે ટી ૨૦ આંતરરાષ્ટ્રીય અને બિગ બેશ લીગમાં ૧૨ ઇનિંગ્સમાં સરેરાશ ૧૫.૫૫ અને ૧૧૩.૮૨ ના સ્ટ્રાઇક રેટ સાથે રન બનાવ્યા છે. તેમણે ચાર વિકેટ લીધી છે.
મેક્સવેલ પહેલાથી જ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચુક્યો છે, અને ઓસ્ટ્રેલિયા પાસે ઓગસ્ટ ૨૦૨૭ સુધી ફક્ત આઠ દ્વિપક્ષીય ્૨૦ મેચો જ છે. તેના કરાર વિશે ચર્ચા થઈ રહી છે, પરંતુ મેક્સવેલનું ધ્યાન હાલમાં ફિટનેસ અને ઉપલબ્ધ તકો પર છે. મેક્સવેલે બિગ બેશ લીગમાં મેલબોર્ન સ્ટાર્સ સાથે બે વર્ષનો કરાર કર્યો છે. તે આ વર્ષે પીએસએલમાં નવી ટીમ, હૈદરાબાદ કિંગ્સમેન સાથે પણ જાડાશે. આ તેની પહેલી પીએસએલ સીઝન હશે.














































